Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો
09:19

અમારા વિષે....

Posted by Yuva kshatriya Thakor Samaj



આ વેબસાઈટ આપના ક્ષત્રિય ઠાકોર સમાજ ની માહિતી આપના ક્ષત્રિય ઠાકોર સમાજ ના લોકો સુધી તેમજ દુનિયા ના બીજા લોકો સુધી પહોચાડવા માટે બનાવેલ છે.

આ વેબસાઈટ ઉપર જે માહિતી મુકવા માં આવેલ છે તે અમેને આપના ક્ષત્રિય ઠાકોર સમાજ ના કોઈ સાહિત્ય કે કોઈ જ્ઞાતિ બંધુ દ્વારા મળેલ છે. તેને અમે ચકાસી -તપાસી ને મુકેલ છે. છતાં પણ જો કોઈ ભૂલ ચૂક રહી ગઈ હોય તો અમારું ધ્યાન દોરવા માટે ઇમેલ કરી ને જણાવી શકો છો. છતા પણ કોઈ માહિતી થી કોઈ ની લાગણી દુભાણી હોય તો આપના આ જ્ઞાતિ બંધુ ને નાનો ભાઈ સમજી ને ક્ષમા કરશો.

હજી બહુ બધી માહિતી અમારી જોડે આવી રહી છે તે અમે લોકો સમયાંતરે વેબસાઈટ ઉપર ચડાવતા રહીશું ને આપને જણાવતા રહીશું. આ વેબસાઈટ ને અંગ્રેજી માં પણ બનવાની છે પણ પહેલા ગુજરાતી માં બની જાય પછી કેમ કે આપનો ૮૫% સમાજ ગુજરાતી જાણે છે હા અમુક લોકો ફોરેન માં છે જેમના માટે આપને ભવિષ્ય માં અંગ્રેજી માં વેબસાઈટ બનાવીશું.

આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ માંથી ઘણા બધા મિત્રો ના અમને સુજાવ આવેલ છે, તે દરેક સુજાવ જે યોગ્ય છે, તે અમે લોકો સમયાંતરે જરૂર થી આ વેબસાઈટ ઉપર અમલ કરીશું. પરંતુ વેબસાઈટ બનવા માટે ને માહિતી ને વ્યવસ્થિત ટાઈપીંગ કરવા માં ટાઇમ જાય છે એટલે બધા સુજાવ એક જોડે અમલ માં મુકવા શક્યા નથી.
* ક્ષત્રિય ઠાકોર સમાજને સંઘર્ષ, સંગઠન અને લક્ષ સાથે વ્યસનો ત્યજી અંદરની શક્તિ બહાર લાવવા "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" એક પ્રયત્ન કરેલ છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને ક્ષત્રિય ધર્મ બજાવવા માટે "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" આહવાન કરે છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજને સદ્ધર બનાવવો હશે તો લોકો વધુમાં વધુ સમૂહલગ્નોમાં જોડાય જેથી ખોટા ખર્ચા દૂર થાય આ માટે ક્ષત્રિય ઠાકોર સમાજ એક થાય તે હેતુસર "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" નુ સંગઠન કરવામાં  આવેલ છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી ખોટા ખર્ચાઓને તિલાંજલી આપી સારૂ શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ અને મંદિર બાંધવા કરતાં વિધ્યા મંદિર બાંધવા પર "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" ભાર મૂકે છે. 
* ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ પક્ષાપક્ષીથી પર રહી ક્ષત્રિય ઠાકોર સમાજ ના વિકાસ અને હિતમાં કામ કરવા અપિલ કરે છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજનો એકપણ દીકરો કે દીકરી શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવાની "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" અપિલ કરે છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીને ૧૮ પહેલાં અને દીકરાને ૨૧ વર્ષ પહેલાં કયારેય લગ્નના બંધને નહીં બાંધવા "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" અપિલ કરે છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજની કન્યા કેળવણી પર ભાર મૂકી વધુમાં વધુ કન્યાઓ અભ્યાસમાં જોડાયા તે માટે "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" અપિલ કરે છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજ કુરિવાજો અને વ્યસનોથી દૂર રહે, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" અનુરોધ કરે છે અને ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક એકતા અને સમરસતાથી વિકાસ વેગવંતો કરવા "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" હાકલ કરે છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજમાં શિક્ષણ અંગે ઊભી થયેલી ચેતનાને ક્ષત્રિય ઠાકોર સમાજ માટે "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" સારી નિશાની ગણાવે છે.
* ક્ષત્રિય ઠાકોર સમાજમાં શિક્ષણ માટે યુવાક્રાંતિની જરૂરિયાત ઉપર ભાર "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ" મૂકે છે.

* કોમ્પ્યુટર યુગમા ક્ષત્રિય ઠાકોર સમાજ પાછળ ન રહે અને ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર માહિતીસભર "યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ"ની ઓનલાઇન વેબસાઇટ - http://www.yuvakshatriyathakorsamaj.blogspot.in/  કાર્યરત કરવામાં આવી છે.
"હું ક્ષત્રિય ઠાકોર સમાજના એક દીકરા તરીકે તમારી પાસે ભીખ માગવા આવ્યો છું. ભીખમાં મને ક્ષત્રિય ઠાકોર સમાજને દારૂથી છોડવવાનું વચન આપો."

આ વેબસાઈટ માટે આપના સલાહ-સુચન આવકાર્ય છે. આપ દ્વારા મોકલવામાં આવેલ સલાહ-સુચન મુજબ અમે લોકો જરૂરિયાત મુજબ વેબસાઈટ માં ફેરફાર કરતા રહીશું.

આ વેબસાઈટ બનવા પાછળ નો હેતુ બીજી કોઈ વેબસાઈટ ની હરીફાઈ કે કોઈ પણ ક્ષત્રિય ઠાકોર સંગઠન ની હરીફાઈ કરવાનો નથી. 

"યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ"

2 comments:

ભવાન સિંહ ઠાકુર said...

આપશ્રીએ કરેલ શરુઆત એક પહેલ છે. અને આપનો વિચાર ઘણોજ ઉમદા છે. ક્ષત્રિય ધર્મ વિષે હુ ભગવાને ગીતામાં લખ્યું છે. --ક્ષત્રિય ધર્મ
ક્ષત્રિય ધર્મ એટલે એ નિયમો જે ક્ષત્રિયો દ્વારા પોતાની જાતિ અને મોભાને જાળવવા માટે પાળવામાં આવે છે.આજે પણ તે નિયમો વધુ તાર્કિક અને વિકસિત સ્વરૂપે જોવા મળે છે.
ભગવદ્ ગીતાનાં ૧૮ માં અધ્યાયનાં ૪૩ માં શ્લોકમાં ક્ષત્રિય ધર્મનું વર્ણન આવે છે:
શોર્ય તેજો ધૃતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્યપલાયનમ્ |
દાન મીશ્વરભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ||
ક્ષત્રિયો માટે સ્વજાતિ બહાર લગ્નસંબંધ અકલ્પનિય છે. આ કૃત્ય તેમનાં માટે કૌટુંબિક પરંપરાનું જબરૂં ઉલંઘન છે અને તેની સજારૂપે કદાચ તેમને તેમનાં કુટુંબ અને સમાજ માંથી અપમાન જનક રીતે બહાર કાઢી શકાય છે. આજે પણ આ રિવાજ મોટાભાગનાં ખાનદાનોમાં જોવા મળે છે. તેમાં સદીઓથી ચાલ્યા આવતા રિવાજ અને પરંપરાઓનું પાલન કરવા પર ખુબજ ભાર આપવામાં આવે છે. આ સિવાય,અન્ય પણ કેટલાય રિવાજો છે જે ફક્ત ખાસ અગ્રણી ક્ષત્રિય સમાજોમાં પેઢી દર પેઢી પાળવામાં આવે છે. આ રિવાજોનું પાલન કરવું તે તેમના માટે ખાસ સન્માન અને અગત્યનું છે,આજે પણ આનો ભંગ કરવાનો અર્થ છે કે કાયમને માટે પોતાનાં સમાજથી છુટું પડી જવું અથવા નાતબહાર થઇ જવું. સંયુક્ત કુટુંબપ્રથા આજે પણ ક્ષત્રિય કુટુંબોમાં બહુજ જોવા મળે છે,અને અગત્યની બાબતોમાં કુટુંબના વડિલનો નિર્ણય અંતિમ ગણાય છે. એવું મનાતું કે ક્ષત્રિયોને ધર્મ (ફરજ/ન્યાય) અને લોકોનું રક્ષણ સૌંપાયેલ હતું. તેઓને માનવતાનાં રક્ષણ માટે ઇશ્વર દ્વારા સ્વિકૃતી અપાયેલ હતી. મહાન રાજાઓને 'ધર્મરાજા' કહેવામાં આવતા.
મહાભારતમાં પણ ક્ષત્રિયધર્મને સમજાવવામાં આવેલ છે.
જય માતાજી .લી ભવાનસિન્હ ઠાકુર (ઠાકોર)

Dr.Govind thakor said...

Respected,
you are really doing a Fantastic Job..
I proud to be a thakor blood n Invite all the thakors on the way of Progress...
If I can do anything for vKshtriy thakor smaj,it will be pride for me..
JAI MATAJI..........

Post a Comment