Advertisement સમાજ ના અગ્રણી આગેવાનો

ભાદરવી પુનમ ગુજરાતભરમાંથી હજારો યાત્રાળુઓ દર વર્ષે પગપાળા અંબાજી જતાં હોય છે. આ પગપાળા યાત્રાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થતાં હોય છે. આગામી ભાદરવી પુનમ વખતે યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્રારા " માં અંબા" ના પ્રવિત્રધામ અંબાજી ખાતે પગપાળા આવતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનુ આયોજન કરવાનો વિચાર કરેલ છે. પગપાળા આવતા યાત્રાળુઓ માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ, લીંબુ શરબત, ઠંડુ પાણી, આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ સવારે ચા અને નાસ્તો, ન્હાવા માટે ગરમ પાણીની વિગેરે સગવડો ધરાવતો સેવા કેમ્પ મહેસાણા જિલ્લાના વિસનગર-ખેરાલુ- અંબાજી માર્ગ પર નુ આયોજન કરવાનો વિચાર કરેલ છે.

યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ